Thursday, May 20, 2010

રાધા ના સમણાઓ


આંખોમાં દેખાય મને રાધા ના સમણાઓ
રાત રાત જગાવે મને રાધા ના સમણાઓ

ઇચ્છાઓ, આશાઓ, મરઝીઓ, ચાહતો,
વગર કહ્યે કહી જાયે બધું જ રાધા ના સમણાઓ

 પ્રેમ બની વહે છે આ મોરલી ના નાદો
ચાહતો ને કેમ કરી મારી મળતા નથી રાધા ના સમણાઓ

 ઘર કેરું ઉમ્બરું છોડું કે ગામ કેરું પાદર
કેમ કરી છોડાવી આવું એના પગ ની ઝાંઝર
મને-તને બાંધી રાખે આ રાધા ના સમણાઓ

વિચારું છું તોયે પીડા થાય છે ગણી મને
કેમ કરી આંજું  આંખે આ રાધા ના સમણાઓ


                                       -$hraddha

©2009 RadhavatarFree Wordpress Themes and Free Blogger Templates by TNB Popularized by Watch Tv Shows Online. Unblock through myspace proxy unblock, Songs by Christian Song Chords